માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના કહ્યાં પ્રમાણે, કોરોના સંકટમાં દુનિયા ચીનને નફરતની નજરે જોઈ રહી છે. ભારતે આ વાતને આર્થિક તકમાં ફેરવીને વિદેશી રોકાણ આકર્ષિત કરવા અંગે ધ્યાન આપવું જોઈએ. ગડકરીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, જાપાનની જેમ આપણે પણ એવું વિચારવું જોઈએ આપણે એ અંગે ધ્યાન પણ આપીશું. ચીન સાથે વેપાર સમેટી રહેલી કંપનીઓ માટે જાપાને આર્થિક પેકેજ જાહેર કર્યું છે.
કોરોના બાદ આર્થિક લડાઈ જીતવા માટે નીતિઓ બનાવાઈ રહી છેઃગડકરી ગડકરીએ કહ્યું કે, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ક્લીઅરન્સ અને અન્ય સુવિધાઓ વધારાશે. નાણા મંત્રાલય સહિત તમામ વિભાગ અને RBI કોરોના પછીની આર્થિક લડાઈને જીતવા માટે નીતિ બનાવી રહ્યા છે. આનાથી દેશને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું વડાપ્રધાનનું સપનું પુરુ થશે. ગડકરીએ કહ્યું કે, આ દરમિયાન આપણે 100 લાખ કરોડનું ઈન્ફ્રાસ્ટ્ર્કચર પણ તૈયાર કરી શકીશું.
‘ચીન પર કાર્યવાહીનો મુદ્દો સંવેદનશીલ’ ગડકરીને પુછવામાં આવ્યું કે જો એવું સાબિત થશે કે ચીને કોરોના સાથે જોડાયેલી માહિતી જાણી જોઈને છુપાવી તો શું ભારત કોઈ કાર્યવાહી કરશે? આ અંગે કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો કે આ વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન સાથે જોડાયેલો સંવેદનશીલ મામલો છે, એટલા માટે કંઈ પણ કહેવું યોગ્ય નહીં હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.