ચીનમાં ભૂંડના ફાર્મમાં કામ કરતા પ્રતિ 10 વ્યક્તિમાંથી એકમાં G4નું સંક્રમણ મળી આવ્યું
સંશોધકોને ચીનમાંથી એક નવો સ્વાઈન ફ્લુ મળી આવ્યો છે જે હાલ કોરોના મહામારી વચ્ચે મુશ્કેલી વધારી શકે છે. અમેરિકી સાયન્સ જર્નલ PNASમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે શોધવામાં આવેલી સ્વાઈન ફ્લુની નવી બીમારી 2009માં સમગ્ર વિશ્વમાં H1N1 ફેલાયેલો તેનો જ આનુવાંશિક વંશજ છે. મતલબ કે જિનેટિકલ ડિસેન્ડેન્ટ પણ તે વધુ ખતરનાક છે.
ચીનની અનેક યુનિવર્સિટી અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે નવો સ્વાઈન ફ્લુ એટલો ખતરનાક છે કે તે માણસોને ખૂબ જ બીમાર કરી શકે છે. જો કોરોના મહામારી દરમિયાન નવા સ્વાઈન ફ્લુનું સંક્રમણ ફેલાયું તો ભારે મોટી મુશ્કેલી સર્જાશે. આ નવા સ્વાઈન ફ્લુનું નામ જી4 (G4) છે અને તેને શોધવા માટે ચીનના વૈજ્ઞાનિકોએ 2011થી 2018ના વર્ષ સુધી સંશોધન કરેલું. તે દરમિયાન વૈજ્ઞાનિકોએ 10 રાજ્યના 30 હજારથી પણ વધારે સુવર (ભૂંડ)ના નાકમાંથી સ્વેબ લીધું હતું અને તેની તપાસ કરવામાં આવી હતી.
સ્વેબના આધારે ચીનમાં 179 પ્રકારના સ્વાઈન ફ્લુ ઉપસ્થિત હોવાની જાણ થઈ હતી અને તે તમામમાંથી G4ને અલગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના ભૂંડમાં G4 સ્વાઈન ફ્લુ મળી આવ્યો છે જે 2016 બાદથી તેમનામાં વિકસી રહ્યો છે. ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ G4નો અભ્યાસ શરૂ કર્યો હતો અને જે ખુલાસો સામે આવ્યો તેનાથી તેમના હોંશ ઉડી ગયા હતા.
અભ્યાસ પ્રમાણે નવો સ્વાઈન ફ્લુ G4 ખૂબ જ ઝડપથી અને ગંભીરતાથી માણસોને સંક્રમિત કરી શકે છે. તે ખૂબ જ તીવ્રતાથી સંક્રમણ ફેલાવે છે જેથી મનુષ્ય વચ્ચે ઝડપથી મહામારીનું સ્વરૂપ લઈ શકે તેમ છે. તે એક સીઝનલ ફ્લુ હોવાના કારણે કોઈ મનુષ્યને G4 સ્વાઈન ફ્લુમાંથી ઈમ્યુનિટી નહીં મળે. સામાન્ય ફ્લુની પ્રતિકારક ક્ષમતા હોવા છતા G4 કોઈ પણ વ્યક્તિને ભયાનક રીતે બીમાર કરી શકે તેમ છે.
વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે ચીનમાં ભૂંડના ફાર્મમાં કામ કરતા પ્રતિ 10 વ્યક્તિમાંથી એકમાં G4નું સંક્રમણ મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોએ તે લોકોનો એન્ટીબોડી ટેસ્ટ કર્યો હતો જેમાં G4ના સંક્રમણની પૃષ્ટિ થઈ હતી. આમ ટેસ્ટના કારણે ચીનની આશરે 4.4 ટકા જેટલી વસ્તી G4થી સંક્રમિત થઈ ચુકી છે તેવો ખુલાસો પણ થયો છે. આ વાયરસ ભૂંડમાંથી માણસમાં ફેલાઈ ચુક્યો છે પરંતુ તે માણસમાંથી માણસમાં ફેલાય છે કે નહીં તેના કોઈ પુરાવા નથી મળ્યા અને વૈજ્ઞાનિકો દ્વારા તે અંગેનો અભ્યાસ ચાલે છે.
ચીની વૈજ્ઞાનિકોએ જો G4 મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાવા લાગશે તો મહામારી વધુ ખતરનાક બનશે તેમ જણાવ્યું હતું અને ભૂંડ સાથે કામ કરતા લોકોએ હાલ સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે તેવી સલાહ આપી હતી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વેટરનિટી મેડિસીન વિભાગના પ્રમુખ જેમ્સ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.