ચીન મને ઇલેક્શનમાં હરાવવા માંગે છે : ડોનાલ્ડ ટ્રમ્પ

– અમેરિકાના રાષ્ટ્રપતિએ કોરોના સંકટને લઇને ચીન નિશાન સાધ્યું

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે ચીન જે પ્રકારે કોરોના સંકટને હેન્ડલ કરી રહ્યું છે તે પુરાવો છે કે ચીન મને ઇલેક્શનમાં હરાવવા માંગે છે. ચીનમાંથી પ્રસરાયેલી કોરોના મહામારીએ વિશ્વભરમાં સંકટ પેદા કર્યુ છે. વૈશ્વિક મહામારીને કારણે દુનિયાભરમાં 32,20,225 લોકો સંક્રમિત થયા છે ત્યારે લગભગ 2,28,223 લોકોના મૃત્યુ થયા છે.

એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ કે કોરોના વાયરસને લઇને ચીનનું જે વલણ છે તેને લઇને હું અલગ અલગ પરિણામો પર વિચાર કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે હું ઘણું બધુ કરી શકુ છું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટ્રમ્પ કોરોના વાયરસને લઇને સતત ચીન પર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતુ કે અમેરિકા કોરોના વાયરસ વૈશ્વિક માહામારીના સંબંધમાં ચીન વિરુદ્ધ ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યુ કે ચીનને આ વાયરસના ફેલાવવા માટે જવાબદાર માનવાના કેટલાય માર્ગ છે. અમેરિકા આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે અને તે ચીનથી નાખુશ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.