ચીનની મંશા પર ચાંપતી નજર રાખવાની જરૂર છે: જાપાનના રક્ષામંત્રી

ચીન હાલના સમયે પોતાના પાડોશ દેશોની સામે પડવાની કોશિશ કરી રહ્યું છે. આ વચ્ચે જાપાનના રક્ષામંત્રી તારો કોનોએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિદેશ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ચીનની સૈન્ય ક્ષમતાઓને સમગ્ર એશિયામાં તેના ઈરાદાઓ પર ચાંપતી નજર રાખવાની જરૂરિયાત વધી ગઈ છે.

બે દિવસ પહેલા જ જાપાનના સમુદ્ર વિસ્તારમાં નજર આવેલી સબમરીનની ઓળખ ચીની સબમરીન તરીકે કરવાના પોતાના નિર્ણય વિશે જણાવતા તેમણે કહ્યું, અમે જાપાનની આસપાસ શું થઈ રહ્યું છે તેના વિશે જાગૃતતા વધારવાની આવશ્યકતા છે. આ દરમિયાન તેમણે દક્ષિણ ચીન સમુદ્ર, હોંગકોંગ અને ભારત સાથે ચીનની હાલના વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે જણાવ્યું કે, આપણે ન માત્ર ચીનની ક્ષમતાઓ પર પરંતુ તેની મંશા પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ પહેલા ગુરુવારે જ તેમણે જાહેરાત કરી કે જાપાન લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલી બેલિસ્ટિર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીને રદ્દ કરી દેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.