ચીનમાં મોબાઈલ બનાવતી 24 કંપનીઓ ભારત આવવા તૈયાર

ચીનથી ત્રાસ્યા પછી અનેક કંપનીઓ ચીન છોડવા તૈયાર છે. ચીનથી બહાર નીકળનારી કંપનીઓ માટે સૌથી સરળ અને હાથવગો વિકલ્પ ભારત છે. સમાચાર સંસૃથા બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે 24 એવી કંપનીઓ છે, જે ચીનમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કરે છે અને હવે ભારતમાં આવવા તૈયાર છે. આ કંપનીઓ હાલ ભારત સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે. આ કંપનીઓ આવશે તો 112 અબજ રૂપિયાથી વધારેનું રોકાણ થઈ શકે છે.

ભારત સરકારે થોડા સમય પહેલા જ ભારતમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઉત્પાદનનો પર વિશેષ લાભ અને છૂટછાટની જાહેરાત કરી હતી. પરિણામે એપલ જેવી જાયન્ટ કંપનીઓ સહિતના કોર્પોરેટ્સ ભારતમાં આવવા રાજી થયા છે.

એપલ જોકે ભારતમાં હાજરી ધરાવે છે, પણ હવે વિસ્તરણ કરવાના મૂડમાં છે. રસ દર્શાવનારી કંપનીઓમાં સેમસંગ, એપલનેે ઈલેક્ટ્રોનિક સામાન પુરો પાડતી ફોક્સકોન, વિસ્ટ્રોન, પેજીટ્રોન..  વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.કોરોનાને કારણે ચીન પરનો અવિશ્વાસ વધ્યો છે.

બીજી તરફ અમેરિકી સરકાર પણ ચીન સામે વિવિધ પ્રતિબંધો મુકી રહી છે. એ સંજોગોમાં ચીનમાં મોટે પાયે કામકાજ ધરાવતી કંપનીઓને ભવિષ્યમાં નુકસાન થવાનો ડર છે. એ સંજોગોમાં ભારત સસ્તા મજૂરી દર, આસાનીથી ઉપલબૃધ જમીન અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે અનેક કંપનીઓ માટે પહેલી પસંદ બન્યો છે.

ચીનથી નીકળનારી કેટલીક કંપનીઓ પડોશી વિએટનામ, થાઈલેન્ડ, કમ્બોડિયા, મ્યાનમાર જેવા દેશોમાં જવા પણ વિચારણા કરી રહી છે.ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદન વધારીને 11,432 અબજ (153 અબજ ડૉલર) કરવાનો તથા 10 લાખ નોકરી સર્જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

એ માટે સરકારે વિવિધ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. જો સરકાર આ લક્ષ્યાંકને વળગી રહે તો આગામી પાંચ વર્ષમાં વિશ્વના 10 ટકા મોબાઈલ ભારતમાં ઉત્પાદિત થવા લાગશે. દેશના આૃર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો અત્યારે 15 ટકા છે, જે વધારીને 25 ટકા કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.