કોંગ્રેસી નેતાએ ભારત-ચીન સરહદ મુદ્દે વર્તમાન ગતિવિધિને લઈ પારદર્શિતાની જરૂર છે તેમ કહેલુ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા મુદ્દેનો વિવાદ વધી રહ્યો છે અને બંને દેશોની સેનાએ સરહદે જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. એક તરફ ભારતીય સેના ગમે તે સંજોગોનો સામનો કરવા સજ્જ થઈ રહી છે ત્યારે દેશમાં આ મામલે રાજકારણની રમત પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું કે, ચીન સાથે સરહદ પર વર્તમાન સ્થિતિને લઈ સરકારની ચુપકીદીથી અટકળોને બળ મળી રહ્યું છે અને આ સંજોગોમાં સરકારે દેશ સમક્ષ સાચી સ્થિતિની સ્પષ્ટતા કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ચીન સાથે સરહદ પરની સ્થિતિ અંગે સરકારના મૌનથી સંકટ સમયે મોટા પ્રમાણમાં અટકળો અને અનિશ્ચિતતાઓને બળ મળી રહ્યું છે. સરકારે સામે આવીને સ્પષ્ટતા કરવી જોઈએ અને જે બની રહ્યું છે તે અંગે દેશમાં જાણ કરવી જોઈએ.’
થોડા દિવસો પહેલા કોંગ્રેસી નેતાએ ભારત-ચીન સરહદ મુદ્દે વર્તમાન ગતિવિધિને લઈ પારદર્શિતાની જરૂર છે તેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પૂર્વીય લદ્દાખમાં પાંચમી મેના રોજ આશરે 250 જેટલા ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે અથડામણ બાદ તણાવ વ્યાપ્યો હતો અને ત્યાર પછી સ્થાનિક કમાંડર વચ્ચે બેઠક બાદ બંને પક્ષે અમુક સહમતિ સધાઈ હતી.
જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં ભારતીય અને ચીની પક્ષે 100 જવાનો ઘાયલ થયા હતા અને ચીને
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.