ચીને પાંચ લાખ મુસ્લિમ બાળકોને કયાં મોકલી દીધા? જાણીને અચંબામાં પડી જશો

પહેલા ધોરણમાં અભ્યાસ કરનાર નાનકડી બાળકીના તમામ મિત્રો તેને ખૂબ પ્રેમ કરે છે અને તે ખૂબ જ સારી સ્ટુડન્ટ છે, પરંતુ ત્યારબાદ પણ તે રડતી દેખાય છે. તેના શિક્ષકને પણ એ વાત પર કોઇ હેરાની નથી કે કારણ કે તેને ખબર પડી છે કે તેને પોતાના પેરેન્ટસથી અલગ જ રહેવું પડશે. આ સ્થિતિ ચીનના શિનજિયાંગ પ્રાંતની છે, જ્યાં લાખો મુસ્લિમ બાળકોને સરકારે બોર્ડિંગ સ્કૂલોમાં રાખ્યા છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે બાળકીના પિતાનું દેહાંત થઇ ચૂકયું છે, જ્યારે માતાને ડિટેંશન કેમ્પમાં મોકલી દીધી છે. જો કે પ્રશાસને બાળકીને પણ અન્ય રિલેટિવ્સની પાસે મોકલવાની જગ્યાએ સરકારની તરફથી ચાલનાર બોર્ડિંગ સ્કૂલમાં મોકલી. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં આવી સેંકડો બોર્ડિંગ સ્કૂલ ખૂલી છે, જેમાં મુસ્લિમ બાળકોને પણ રાખવામાં આવી રહ્યા છે.

રિપોર્ટના મતે લાખો ઉઇગર અને કજાક મુસ્લિમોને ડિટેંશન કેમ્પોમાં રખાયા છે જ્યારે તેમના બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલી દીધા છે. આવા બાળકોની સંખ્યા અંદાજે 5 લાખ છે. મુસ્લિમ વસતીની વચ્ચે કથિત રીતે કટ્ટરતાને ખત્મ કરવા માટે ચીને લાખો લોકોને ડિટેંશન કેમ્પોમાં મોકલ્યા છે. આ સિવાય આ બાળકોને પણ તેમનાથી અલગ રખાઇ રહ્યા છે.

શિનજિયાંગ પ્રાંતની સરકારની તરફથી એક દસ્તાવેજ પ્રમાણે રાજ્યના 800થી વધુ વિસ્તારોમાં એક કે બે એવી સ્કૂલ ખોલવાની યોજના તૈયાર કરી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું કહેવું છે કે આવી સ્કૂલોને ગરીબ બાળકો માટે તૈયાર કરાઇ છે, જેના પરિવારજનો સુદૂર વિસ્તારમાં કામ કરે છે અને તેમની દેખભાળ કરી શકતા નથી. જો કે 2017ના એક દસ્તાવેજ પ્રમાણે સરકાર ઇચ્છે છે કે બાળકોને આ ફેમિલીથી દૂર રખાય છે જેથી કરીને તેમના પર પરિવારનો પ્રભાવ ના રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.