કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ 370 હટાવવાના નિર્ણયને ભારતને દુનિયાભરના અનેક દેશોનો જબ્બર સમર્થન મળી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનનું તકવાદી મિત્ર ચીન આ મામલે UMમાં ઉંબાડીયા કરી રહ્યું છે જ્યારે બીજી બાજુ ભારતના પારંપરિક મિત્ર રશિયાએ ખુલીને સમર્થન કર્યું છે.
દુનિયાના શક્તિશાળી દેશ રશિયાના રાજદૂતે ભારતનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું હતું કે, અમને ભારતના આ નિર્ણય પર ક્યારેય શંકા જ નહોતી. રશિયાના રાજદૂતે સ્પષ્ટ કર્યું હતું કે, આ ભારતની આંતરીક બાબત છે અને તે ભારતના બંધારણને અંતર્ગત આવે છે.
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલ કુદશેવએ જમ્મુ-કાશ્મીરમાંથી ભારત દ્વારા હટાવવામાં આવેલી વિવાદાસ્પદ કલમ 370ને લઈને ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે વિદેશી રાજદૂતો દ્વારા કાશ્મીરની મુલાકાતને લઈની કહ્યું હતું કે, મને નથી લાગતુ કે કાશ્મીરની સ્થિતિની જાણકારી મેળવવા માટે મારે ત્યાં જવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીર પરનો ભારતનો નિર્ણય તેની આંતરીક બાબત છે. આ બાબત ભારતના બંધારણ અંતર્ગત આવે છે અને તેના આધારે જ નિર્ણય થવો જોઈએ.
બે દિવસ પહેલા જ કાશ્મીર મામલે ચીન દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં યુએનમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે જ રશિયા દ્વારા ભારતનું ખુલ્લુ સમર્થન ઘણું મહત્વનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.