કોરોના વાયરસના કહેર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રોજ ચીન પર શાબ્દિક પ્રહારો કરી રહયા છે.
ચીન પાસેથી વળતર માંગવાની વાત કરનાર ટ્રમ્પે હવે કહ્યુ છે કે, ચીનના પાપની સજા દુનિયાના 184 દેશો ભોગવી રહ્યા છે. આ દેશોમાં નર્ક જેવી સ્થિતિ છે.
બીજી તરફ અમેરિકન સાંસદોએ માંગ કરી છે કે, ચીન પર અમેરિકાની મેન્યુફેક્ચરિંગ અને ખનીજ ક્ષેત્રની નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકા કાર્યવાહી કરે.
ટ્રમ્પે કહ્યુ હતુ કે, કોરોના વાયરસ 184 દેશોમાં ફેલાયો છે.તમને કદાચ વિશ્વાસ નહી થાય ,આ સમજની બહાર છે. પણ આ વાયરસને ચીનની બહાર ફેલાતા અટકાવી શકાયો હોત પણ એવુ થયુ નથી.હવે 184 દેશો નરક જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.