ચીને કોરોના વાયરસથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં ગઈકાલે અચાનક વધારો કર્યો હતો. ચીનની આ હરકતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર વધુ એક વખત પ્રહાર કરવાની તક મળી ગઈ છે.
ટ્રમ્પે કહ્યુ છે કે, ચીનમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા અમેરિકા કરતા પણ વધારે છે. ચીને આંકડો વધારીને જે સંખ્યા દર્શાવી છે તેના કરતા પણ વધારે લોકો મોતને ભેટ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના એપિ સેન્ટર મનાતા વુહાનમાં થયેલા મોતના આંકડામાં ચીને અચાનક જ વધારો કરી દીધો છે. ચીને વુહાનમાં થયેલા મોતની સંખ્યા વધારીને 3869 કરી દીધી છે. ચીને મોતના આંકડામાં 1290નો વધારો કર્યો છે.
ચીનનુ કહેવુ છે કે, આ મોતનો આંકડો ભૂલથી સામેલ કરવાનો રહી ગયો હતો અથવા તો મોતનુ કારણ બીજુ બતાવાયુ હતુ.
ચીનમાં હલે મોતનો આંકડો વધારીને 4632 કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.