લદ્દાખ મોરચે ચીન સાથેના તનાવ દરમિયાન ભારતે ચીનને જે રીતે ટક્કર આપી છે તેનાથી અ્મેરિકાના રાજકારણીઓ પણ ભારે પ્રભાવિત થયા છે.
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના એક આગેવન સેનેટર જોહન કેનેડીએ એક અમેરિકન ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, જે રીતે ભારતના પીએમ મોદી ચીન સામે અડીખમ ઉભા રહ્યા છે તેના પર મને બહુ ગર્વ છે.મને આશા છે કે, બીજા દેશો પણ ચીન સામે નીડર બનીને ઉભા રહેશે.અમેરિકા અને આંતરરાષ્ટ્રિય સુમદાયે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને બતાવવુ પડશે કે અમે તેમના નિયમો પર ચાલવા માટે નથી સર્જાયા.આજે એક પણ દેશ ચીન પર ભરોસો મુકતો નથી પણ મોટાભાગના દેશો ડરેલા છે.ચીન બીજા દેશોને હેરાન કરવા માટે પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ કરે છે.
કેનેડીએ કહ્યુ હતુ કે, તેમાં કેટલાક દેશો અપવાદ પણ છે.જેમ કે ભારત, કેનેડા, ઓસ્ટ્રેલિયા..યુરોપના દેશોએ પણ તેમાં સાથ આપવો પડશે.ચીનને કહેવુ પડશે કે, અમે પણ તમારી સાથે વેપાર નથી કરવાના, ચીનને સબક તો જ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.