ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે પશ્ચિમ સરહદ પર સ્વદેશી ફાઇટર વિમાન તેજસને ગોઠવ્યા

ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સીમા પર સ્વદેશી ફાઇટર જેટ એલસીએ તેજસને ગોઠવ્યા છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વાયુસેનાના મથક પર તેજસને મુકવામાં આવ્યા છે. જેથી પડોશી દેશ કોઇ કાંકરીચાળો કરતા પહેલા વિચારે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પણ તેજસને પાકિસ્તાન સરહદ પર ગોઠવવામાં આવ્યા છે, જેથી દેશ પર થતા બંને તરફી હૂમલાથી બચી શકાય.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ પશ્ચિમ સરહદ પર તેજસની ગોઠવણ કરી છે. જેથી ત્યાં થતી કોઇ પણ હરકત પર નજર રાખી શકાય.  તેજસ એ દેશનું પહેલું સ્વદેશી ફાઇટર જેટ છે, જેમાં અમેરિકી એન્જિન લાગેલું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેજસને અલગ અલગ વાયુ મથક પર મોકલવામાં આવી રહ્યું છે.

તેજસ વિમાન 2222 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવા સક્ષમ છે. એક વખતમાં 3000 કિમી જઇ શકે છે. 43.4 ફૂટ લાંબુ અને 14.9 ફૂટ ઉંચા તેજસ વિમાનનો વજન 13500 કિલો છે. તેજસ છ પ્રકારની મિસાઇલ વડે પ્રહાર કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.