ચીનના સિચુઆન પ્રાંતના જંગલમાં ફાટી નીકળેલી આગમાં 19 જણ ભડથું થયા

એક ચીની જંગલમાં લાગેલી વિનાશક આગમાં ૧૮ ફાયર ફાઈટર સહિત ૧૯ જણનાં મોત થયા છે.

નૈઋત્ય ચીનના સિચુઆના પ્રાંતમાં આવેલા જંગલમાં ગઈ બપોરે ૩.૫૧ના સુમારે આગ લાગી હતી. ભારે પવનના લીધે એ ઝડપભેર નજીકના પર્વતીય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.

આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત અગ્નિશમન દળન૨ા ૧૮ લાશ્કરો પવનની દિશા એકાએક બદલાતા પોતે જ આગમાં સપડાઈ જઈ ભડથુ થઈ ગયા હતા. તદુપરાંત આ લાશ્કરોના માર્ગદર્શક બની રહેલા એક ખેતમજૂરનું પણ આગની જવાળાઓમાં મોત થયું હતુ.

આગ બુઝાવવા માટે ૩૦૦ વ્યાવસાયિક લાશ્કરો અને ૭૦૦ સૈનિકો મદદે ધસી ગયા હતા. આગના કારણની તપાસ થઈ રહી છે.

દરમિયાન,  આગના એક અન્ય બનાવમાં ચીનના યુનાન પ્રાંતમાં લાગેલી આગને બુઝાવી દેવાઈ છે. એમ સત્તાવાળાઓને એક અલગ રિપોર્ટ દ્વારા કહેતા ટાંકવામાં આવ્યા છે.

ગઈ મોડી રાત્રે ૧૧.૩૦ના સુમારે આગની લપકારા મારતી જવાળાઓને બુઝાવી દેવાઈ હતી, એમ નાન્જિઆનના સ્થાનિક સત્તા તંત્રે જણાવ્યું.

નાન્જિઆન, દાલિ બાઈ નામના સ્વાયત્ત જિલ્લામાં આવેલું છે. ગઈ બપોર પછી લાગેલી આ આગ ૯૦ હેકટર જમીનમાં ફેલાઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.