ચીન વચ્ચે તંગદિલી ચાલુ છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે CDS અને ત્રણેય સેનાનાં વડા સાથે બેઠક યોજી

ચીન વચ્ચે તંગદિલી ચાલુ  સરહદ પર ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચાલુ છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ચીફ ઓફ આર્મી સ્ટાફ વિપિન રાવત અને ત્રણેય સેના વડાઓ સાથે બેઠક યોજી છે, આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી.

લાઇન ઓફ એક્ચુઅલ કંન્ટ્રોલ (LAC) પર ભારત અને ચીનમાં વધી રહેલી તંગતીલી દરમિયાન સરહદ નજીક ચીને અલગ-અલગ સ્થાનો પર 5 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ભારત પણ આ જ સંખ્યામાં પોતાના જાવનોની સંખ્યા વધી  રહી છે, ભારત બીજા વિસ્તારોમાં પણ જવાનોની તૈનાતી વધારી રહ્યું છે. જેથી ચીનની સેના ત્યાંથી હુમલો ના કરી શકે.

દૌલતબેગ ઓલ્ડી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં ભારતીય સેનાની 81 અને 114 બ્રિગેડ ચીનનાં જવાનોને રોકવા માટે તૈનાત છે, હવાઇ દળની મદદથી ત્યાં જવાનોને હેલિકોપ્ટરની મદદથી પહોંચડાવમાં આવ્યા છે.

ભારતીય સેનાનાં સુત્રોએ કહ્યું કે ચીનનાં જવાનો અને માલવાહક વાહનો LACની બંને તરફ પૈંગોંગ ત્સો ઝીલ અને ફિંગર એરિયામાં ભારતીય વિસ્તારો સુંધી આવી ચુકી છે,

ગલવાન નાલા એરિયામાં ચીનનાં જવાનો -ભારત પોસ્ટ KM120થી 10-15 કિમી દુર સુધી આવી ગયા છે, અને ટેન્ટ લગાવી દીધા છે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ચીનની સેના ભારતીય બંકરોની સામે રોડ બનાવી રહ્યા છે, ભારતીય પક્ષે આ અંગે વાંધો ઉઠાવ્યો છે પરંતું તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલુ રાખ્યું છે.

ગલવાન વિસ્તારોમાં ભારતીય સેના એક પુલ બનાવી રહી છે. જેને લઇને ચીનનાં સૈન્યએ પણ વાધો ઉઠાવ્યો અને જવાનોની તૈનાતી વધારી દીધી છે.

સેનાનાં વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ ગયા સપ્તાહે સ્થિતીની સમિક્ષા કરવા માટે લદ્દાખનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ચીનનાં જવાનોએ લગભગ 100 ટેન્ટ ઉભા કર્યા હતાં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.