ભારતીય સૈન્યએ ઈસ્ટર્ન લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય દબાવની નીતિ પર આગળ વધતા ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. સેનાએ જ્યાં જ્યાં સ્ટેન્ડ ઓફની સ્થિતિ છે તેવા વિસ્તારોમાં સૈનિકો ખડકવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે LAC પર વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં સૈનિકો મોકલવાનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સતત ત્રણ-ચાર દિવસની સ્થિતિ ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવામાં આવી રહી છે. સમીક્ષા દરમિયાન ચીનની પ્રેસર ટેક્ટિક્સ પર પણ ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવ્યા બાદ નિશ્ચિત કરવામાં આવ્યું કે ભારત પણ પોતાના વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારશે જેથી કરીને ચીનના કોઈ પણ પ્રકારના સંભવિત પડકારનો તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે. જોકે ભારતનું એ વલણ પણ એકદમ સ્પષ્ટ છે કે, ભારતના સૈનિક પોતાના તરફથી કોઈ જ એવા પગલા અહીં ભરે જેનાથી તણાવ વધે. પરંતુ એ પણ ચોક્કસ છે કે, ભારત કોઈના પણ અને સહેજ પણ દબાણમાં આવ્યા વગર પોતાના વિસ્તાર પરનો દાવો જતો નહીં જ કરે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારવાનું શરૂ કર્યા બાદ અમારા તરફથી પણ એવો જ પ્રયાસ કરવામાં આવ્યો કે તેની સરખામણીમાં જ સૈનિકો તૈનાત કરવામાં આવે. જેથી રિઝર્વ ફોર્સને આગળ વધારવાનું કામ શરો કરવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે, ત્યાર બાદની સરહદની સ્થિતિ જોતા નિર્ણય લેવામાં આવ્યો કે, LAC પર સંખ્યા હજી વધારવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.