ચીન સાથેના તનાવની વચ્ચે ભારત ચીનની દાદાગીરીનો ભોગ બનેલા બીજા દેશો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સહયોગ વધારી રહ્યુ છે. ભારત અને જાપાનની નૌસેનાએ ચીન સાથેના ટકરાવની સ્થિતિમાં હિન્દ મહાસાગરમાં સંયુક્ત યુધ્ધાભ્યાસ કર્યો હતો.
જાપાનની નૌસેનાએ ટ્વિટ કર્યુ હતુ કે, 27 જુને જાપાનના મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના બે જહાજો કાશિમા અને શીમાયુકીએ ભારતીય નૌસેનાના બે યુધ્ધ જહાજો રાણા અને કુલીશ સાથે હિન્દ મહાસાગરમાં અભ્યાસ કર્યો છે.આ યુધ્ધાભ્યાસથી બંને દેશની નૌસેનાનો એક બીજા સાથેનો સહયોગ અને સમજ વધી છે.
જાપાનને પણ દરિયાઈ ટાપુની માલિકીને લઈને ચીન સાથે ટકરાવ ચાલી રહ્યો છે.તાજેતરમાં દક્ષિણી જાપાન પાસે દરિયામાં ચીનની સબમરિન આંટાફેરા કરી રહી હોવાનુ ખબર પડ્યા બાદ જાપાનની નૌસેનાએ ચીની સબમરિનને પોતાની દરિયાઈ સીમાની બહાર ભગાડી મુકી હતી.
ચીન જે ટાપુ પર દાવો કરી રહ્યુ છે તેની માલિકી 1972થી જાપાનના હાથમાં છે.આ ટાપુ પર કબ્જો કરવા માટે ભૂતકાળમાં ચીન લશ્કરી કાર્યવાહી કરવાની ચીમકી આપી ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.