ચીન સાથેના તણાવ વચ્ચે બિપિન રાઉતનું મોટું નિવેદન, – આપણી સેનાઓએ તૈયાર રહેવું જોઈએ

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સીડીએસ જનરલ બિપિન રાઉતે કહ્યું છે કે, સેનાએ તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક સંકટનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને સાથે જ ભવિષ્ય માટે પણ તૈયાર રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે, અમે આપણી સરહદ પર શાંતિ ઈચ્છિએ છીએ. અમે ચીન તરફથી આક્રમક હરકતો જોઈ રહ્યાં છીએ. પરંતુ અમે તેનો સામનો કરવા માટે સક્ષમ છીએ. અમારી ત્રણેય પાંખ ખતરાનો સામનો કરવા સક્ષમ છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, ભારતને ઉત્તરીય અને પશ્ચિમ મોર્ચે સમન્વિત કાર્યવાહીનો ખતરો છે. જેના વિશે રક્ષા યોજના વિશે આપણે વિચાર કરવો જોઈએ. અમે ઉત્તરિય અને પશ્ચિમ સરહદે ઉભરતા ખતરાનો સામનો કરવાની રણનીતિની પૂર્વધારણાં કરી લીધી છે.

પાકિસ્તાન પર કહી  આ વાત

તેમણે કહ્યું કે, ઉત્તરીય સરહદે ખતરો છે જેનો પાકિસ્તાન ફાયદો ઉઠાવી શકે છે અને આપણાં માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અમે સાવચેતી રાખી છે કે પાકિસ્તાન તરફથી આવા કોઈ પણ દુસ્સાહસને નાકામ કરી દેવામાં આવે. ચીનની પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને આર્થિક મદદ અને પાકિસ્તાનને સૈન્ય અને કૂટનીતિક મદદ શરૂ રાખવાના કારણે અમારી માટે ઉચ્ચ સ્તરિય તૈયારી રાખવ આવશ્યક થઈ ગઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.