કોરોના વાયરસને દુનિયામાં ફેલાવનાર ચીનના એક ટોચના તજજ્ઞે આગાહી કરી છે કે, જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાની કુલ વસતીના 60 થી 70 ટકા લોકો એટલે કે લગભગ 4 અબજ લોકો તેનાથી સંક્રમિત થઈ શકે છે.
શ્વાસને લગતી બીમારીઓના નિષ્ણાત જોંગ નાનશાને કહ્યુ હતુ કે, દુનિયામાં બહુ મોટા પાયે કોરોનાની રસી લોકોને લગાવવાની જરુર છે.શુક્રવારે એક ઓનલાઈન કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસ આગામી વર્ષે પણ વસંત ઋતુ સુધી યથાવત રહી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, આખી દુનિયામાં લોકોને કોરોનાની રસી પહોંચાડવામાં એક થી બે વર્ષ લાગી જશે અને તેમાં વૈશ્વિક સહોયગની જરુર પડશે.
ચીનના આ નિષ્ણાતની આગાહી એવા સમયે થઈ છે જ્યારે દુનિયામાં કોરોના વાયરસના કારણે 3 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 9.50 લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.