ચીન ઉંઘતુ રહ્યું ને PM મોદીએ ખેલી નાખ્યો દાવ, રાતોરાત શ્રીલંકા રવાના કર્યા પોતાના દૂત

ભારતના પાડોશી દેશ શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સૌથી પહેલા 29 નવેમ્બરે ભારતના પ્રવાસે આવશે. સોવમારે જ શપથ ગ્રહણ કરનારા ગોટબાયાનો રાષ્ટ્રપતિ તરીકેનો ભારતનો પહેલો વિદેશ પ્રવાસ હશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ખુદ કોલંબો જઈને ગોટબાયા સાથે મુલાકાત કરી હતી અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણને ગોટબાયાએ તુરંત જ સ્વિકારી લીધુ હતું.

ગોટબાયાના રાષ્ટ્રપતિ બન્યા બીજા જ દિવસે એસ જયશંકરનો શ્રીલંકાનો પ્રવાસ અનેક સંકેત આપે છે. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના ભાઈ ગોટબાયાને પણ ચીનના નજીકના માનવામાં આવે છે. કુટનૈતિક જાણકારોનું કહેવું છે કે, શ્રીલંકા પર ચીનની અસર ઓછી કરવાના હેતુથી ભારતે આ પહેલ કરી છે. ગોટબાયાએ ગત સોમવારે જ રાષ્ટ્રાતિ પદના શપથ ગ્રહણ કર્યા હતાં.

રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું – શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સાથે મુલાકાત કરવામાં આવી અને તેમણે વડાપ્રધાન મોદી તરફથી શાંતિ, પ્રગતિ, સદ્ભાવ અને સુરક્ષા માટે ભાગીદારીનો સંદેશ આપ્યો. આશા છે કે તેમના નેતૃત્વમાં શ્રીલંકા અને ભારતના સંબંધો નવી ઉંચાઈએ પહોંચશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.