ચીન સાથે વાટાઘાટો નિષ્ફળ જશે તો યુદ્ધનો માર્ગ ખુલ્લો જ છે : જનરલ બિપિન રાવત

 ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આજે કહ્યું હતું કે ચીન સાથે વાટાઘાટોથી વાતનો ઉકેલ ન આવે તો લશ્કરી વિકલ્પ ખુલ્લો જ છે. તેમણે જણાવ્યું હતું કે વાત-ચીત દ્વારા ઉકેલ આવે એ આદર્શ સિૃથતિ છે, પરંતુ એવુ ન થાય તો પછી ભારતના સંરક્ષણ માટે ડિફેન્સ ઓપ્શન તૈયાર જ છે. બીજી તરફ થાઈલેન્ડની ભૂમિ પર કેનાલ તૈયાર કરવાનો વિકલ્પ થાઈલેન્ડ સરકાર વિચારી રહી છે. પનામા કે સુએઝ જેવી આ કેનાલ તૈયાર થાય તો તેનો સૌથી વધુ લાભ ચીનને થશે.

અત્યારે ચીની જહાજોએ હિન્દ મહાસાગરમાં પ્રવેશવા માટે એકમાત્ર દરવાજા જેવી મલક્કાની સમુદ્રધુનીમાંથી પસાર થવું પડે. મલેશિયા વચ્ચેની આ સમુદ્રધુનીના છેડે ભારતીય નૌકાદળના જહાજો પહેરો ભરતા હોય છે.

એટલે ચીન ભારતની નજર ચૂકવીને હિન્દ મહાસાગરમાં પ્રવેશ ન કરી શકે. હવે મલક્કાની સમુદ્રધુનીના વિકલ્પ તરીકે થાઈલેન્ડની ભૂમિ પર 102 કિલોમીટર લાંબી કેનાલ તૈયાર કરવાનો વિચાર થાઈલેન્ડ સરકારે રજૂ કર્યો છે. જો એ કેનાલ થશે તો સૌથી વધારે લાભ ચીનને થશે.

ભારતે ભવિષ્યની એ સિૃથતિ સામે પણ તૈયારી આદરી દીધી છે. હિન્દ મહાસાગરમાં ભારત પાસે પૂર્વમાં આંદામાન અને પશ્ચિમે લક્ષદ્વિપ ટાપુઓ છે. આ ટાપુઓ  પર લશ્કરી મથકો છે. હવે ત્યાંની લશ્કરી સુવિધા અપગ્રેડ કરવાની શરૂઆત કરાઈ છે. આ ટાપુઓ પર રન-વે, લશ્કરી સરંજામ માટેના ડેપો, અન્ય સુવિધાઓ વધારવાની શરૂઆત કરી દેવાઈ છે. આંદામાનમાં ભારત મોટે પાયે લશ્કરી મથકનો વિકાસ કરી રહ્યું છે.

જનરલ રાવતે ચીનના વધતા એગ્રેસન અંગે કહ્યું હતું કે ભારતીય સૈન્યની ત્રણેય પાંખો તૈયાર છે અને હંમેશા તૈયાર જ હોય છે. અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને બન્ને સરહદે ચોવીસેય કલાક નજર રખાઈ રહી છે. સરહદ ઉપરાંત દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના તમામ પક્ષકારો સિૃથતિની નિયમિત સમીક્ષા કરી રહ્યાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ચીન પાકિસ્તાનને કદાવર યુદ્ધ જહાજો વેચશે

ચીન પાકિસ્તાનને 54-એ-પી ટાઈપના વધુ 3 કદાવર યુદ્ધ જહાજો વેચશે. ચીને પહેલાથી જ એક યુદ્ધ જહાજ પાકિસ્તાનને વેચ્યું છે. વધુ 3 2021 સુધીમાં અપાશે. એ પૈકી એક જહાજ આજે ચીને લૉન્ચ કર્યું હતું. ચીને પાકિસ્તાનને એક જહાજ આપવા અગાઉ સહમતી દર્શાવી હતી, તેની ડિલિવરી મળવાને હજુ વાર છે. હવે ચીન પાકિસ્તાનને વધુ 3 યુદ્ધ જહાજો આપશે.

ચીને કોઈ પણ દેશને વેચેલા આ સૌથી મોટા યુદ્ધ જહાજો હશે. આ જહાજો પૈકી એકની લૉન્ચિંગ સેરેમની આજે શાંઘાઈના શિપયાર્ડમાં યોજાઈ હતી.  ટાઈપ-054 ક્લસાના આ યુદ્ધ જહાજ (ફ્રીગેટ) લેટેસ્ટ મિસાઈલ, કમ્યુનિકેશન,  સેન્સર, હિથયારો વગેરેથી સજ્જ છે.  પાકિસ્તાની વિદેશ મંત્રીની બે દિવસીય ચીન મુલાકાત પછી આ જાહેરાત થઈ હતી. જોકે ચીન આ માટે પાકિસ્તાન પાસેથી કેટલી કિંમત વસૂલ કરશે એ સ્પષ્ટ કરાયું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.