ચીનની વધુ એક અજડાઈ- દુનિયા લોકડાઉન છે ને ઉકળતા પાણીમાં જીવતા કૂતરાને રાંધી રહ્યા છે.

હાલ આખી દુનિયા જીવલેણ કોરોના વાયરસથી લડી રહી છે. આ વાયરસના કારણે દુનિયામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો આ વાયરસના ચપેટમાં આવતા જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચીનથી ફેલાયેલ આ વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ત્યારે હવે ચીનની વધુ એક બર્બરતા સામે આવી છે. જેને લઈ ક્રિકેટ જગતના જાણીતા ખેલાડીઓ ચીન પર ગુસ્સે થયા છે.

માહિતી મુજબ ઇંગ્લેન્ડ ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ ચીનને જવાબદાર ગણાવ્યું છે. તેમને એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા અને ચીનની ટીકા કરી. માહિતી મુજબ ઇંગ્લિશ ક્રિકેટરને એક વીડિયો મળ્યો હતો. જેમાં એક કુતરાને ઉકળતા પાણીમાં રાંધી રહ્યા હતાં. આપણે જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાન ક્રિકેટર શોએબ અખ્તરે પણ ચીનની ટીકા કરી હતી.

કેવિનને ટ્વીટ કરી લખ્યું કે,‘કોરોના ક્યાંથી શરૂ થયું?’ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો સ્ત્રોત વુહાનનું ‘ગંદુ બજાર’ માનવામાં આવી રહ્યું છે. જે મૃત અને જીવંત બંને પ્રાણીઓનું વેચાણ કરે છે. તેણે પોતાની આગામી ટ્વીટમાં લખ્યું કે,‘મને ચીનના એક બજારનો વીડિયો મોકલવામાં આવ્યો હતો જ્યાં તેઓ ઉકળતા પાણીમાં જીવતા કૂતરાને રાંધી રહ્યા છે. અને દુનિયા લોકડાઉન છે.’ આ ટ્વીટ સાથે કેવિને સૌને પોતાના ઘરે સુરક્ષિત રહેવા અપીલ પણ કરી છે.

આ પહેલા પોતાની યૂ-ટયૂબ ચેનલ પર ક્રિકેટર અખ્તરે કહ્યું કે,‘તમારે ચામાચીડિયું ખાવાની અથવા તેનું લોહી અને પેશાબને પીવાની શું જરૂર છે. આને કારણે સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયો છે. હું ચીની લોકો વિશે વાત કરી રહ્યો છું. તેઓએ આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. હું સમજી શકતો નથી કે તમે કેવી રીતે ચામાચીડિયા, કૂતરા અને બિલાડીઓ ખાઈ શકો છો. મને સાચે જ ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે.’ જોકે પછી અખ્તરે વીડિયોમાંથી ચીનથી જાડાયેલ હિસ્સાને હટાવી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.