ચીનમાં વિજળીની ભારે તંગી, અનેક રાજ્યોમાં મુકાયો કાપ, કામના કલાકો ઘટાડવા નિર્દેશ

ચીનના અનેક પ્રાંતમાં કોલસાની અછતના કારણે લોકોને વિજળીનો વપરાશ ઓછો કરવા કહેવામાં આવ્યું છે. આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો. સૌથી પહેલાં ઝેજિયાંગ પ્રાંતમાં વિજળીના કારખાન ને દર ત્રણ દિવસે 24 કલકા માટે ઉત્પાદન રોકવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે શોપિંગ મોલ્સ, સિનેમા ગૃહો, બાર વગેરેને પોતાના કામના કલાકો ઘટાડવા અને હિટિંગ સિસ્ટમને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચીની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોલસાની સપ્લાઈ જાણી જોઈને ઘટાડવામાં આવી છે જેથી કાર્બન ઉત્સર્જનની માત્રામાં કાપ થઈ શકે. ઝેજિયાંગ બાદ આવું પગલું ઉઠાવનારું બીજું રાજ્ય તેના પાડોશી રાજ્ય જિયાંગ્શી બન્યું. ત્યાં અધિકારીઓએ ચેતવણી જાહેર કરી છે કે સવારે અને બપોર બાદમાં વિજળીની સૌથી વધારે ખપતવાળા કલાકોમાં વિજકાપ મુકાય શકે છે. હુનાન પ્રાંતમાં પણ કારોબારી ગૃહો માટે વિજળી સપ્લાઈમાં કાપ લાગૂ કરવામાં આવ્યો છે. હુબેઈ પ્રાંતમાં પણ કોલસાની સપ્લાઈમાં ઘટાડાના કારણે વિજળીનો ઉપભોગ ઘટાડવામાં આવી રહ્યો છે.

ચીને 2060 સુધીમાં પોતાને કાર્બન ન્યૂટ્રલ બનાવવા એટલે કે કાર્બન ઉત્સર્જન બિલકુલ રોકી દેવાની મહત્વકાંક્ષી યોજના જાહેર કરી છે. કાર્બન ગેસોનું સૌથી વધારે ઉત્સર્જન કોલસાથી થાય છે. કોલસાનો ઉપયોગ વિજળી બનાવવા અને ઠંડીમાં ઘરોના હિંટિંગ માટે હોય છે. અત્યાર સુધી ચીનના ઘણાં રાજ્યો આ કાર્ય માટે કોલસા પર જ નિર્ભર છે પરંતુ હવે તેનાથી સ્વચ્છ ઉર્જા ઉપનાવવા તરફ વધવા કહેવામાં આવ્યું છે.

ચીનમાં યોજના નિર્માણ સાથે જોડાયેલી સર્વોચ્ચ એજન્સીએ જણાવ્યું કે, કોરોના મહામારી બાદ કારખાનાઓમાં વધેલી ગતિવિધિઓ અને ઠંડીમાં હીટિંગની વધેલી માંગને કારણે વિજળીની માંગ ઝડપથી વધી છે. તેથી ઘણાં રાજ્યોમાં વિજકાપ મુકવો પડ્યો છે. હુનાન અને જિયાંગ્શી જેવા પ્રાંત પહેલેથી જ વિજળીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એજન્સીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે શિયાળો પૂર્ણ થતાં જ વિજળીનો સપ્લાઈ સામાન્ય થઈ જશે.

વિજળીની વધતી માંગને કારણે કોલસાની કિંમતમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. થર્મલ પાવર હાઉસોમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલસાનો ભાવ સરકાર દ્વારા નક્કી કિંમત 600 યૂઆન પ્રતિ ટનથી વધીને 730 ટન થઈ ગયું છે. આ સિવાય હાલમાં ઘણી ખોલસાની ખાણોમાં થયેલા અકસ્માતોની અસર કોલસાની સપ્લાઈ પર પડી છે. ઓસ્ટ્રેલિયા સાથે ચીનના વધેલા તણાવના કારણે ત્યાંથી આવતા કોલસાની સપ્લાઈ ઓછી થઈ છે. નવેમ્બરમાં ચીનમાં કોલસાની આયાતમાં 19%નો ઘટાડો નોંધાયો. જે બધાની અસર વિજળીના ઉત્પાદન પર પડી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.