અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જો ચીન વિકાસશીલ દેશ હોવાનો ફાયદો ઉઠાવી રહ્યું હોય તો અમેરિકાને પણ વિકાસશીલ દેશ બનાવી દો તે અર્થનું નિવેદન આપ્યું હતું. કોરોના વાયરસ મામલે વ્હાઈટ હાઉસ ખાતે યોજાતી નિયમિત પરિષદ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, “ચીને અવિશ્વસનીય રીતે અમેરિકા અને અન્ય દેશોનો ફાયદો ઉઠાવ્યો છે. તમે જાણો જ છો કે ચીનને એક વિકાસશીલ રાષ્ટ્ર માનવામાં આવે છે. આ સંજોગોમાં હું કહીશ કે, તો ઠીક છે અમને એટલે કે અમેરિકાને પણ વિકાસશીલ દેશ બનાવી દો.”
ટ્રમ્પના કહેવા પ્રમાણે અનેક દાયકા સુધી ચીનનું અર્થતંત્ર ફ્લેટ રહ્યું હતું પરંતુ ડબલ્યુટીઓમાં જોડાયા બાદ વિવિધ લાભ મેળવીને ચીન આકાશને આંબવા લાગ્યું. સાથે જ તેમણે જો અમેરિકા સાથે નિષ્પક્ષતાથી વ્યવહાર કરવામાં નહીં આવે તો તેને છોડી દેશે તેવી ધમકી પણ આપી હતી.
ટ્રમ્પના આરોપ પ્રમાણે ડબલ્યુટીઓના માધ્યમથી અને અમેરિકા માટે અન્યાયકારી નિયમોનો ઉપયોગ કરીને ચીન 30 વર્ષથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. સાથે જ તેમણે ચીનની નાણાંનું અવમૂલ્યન કરવાની નીતિ અને ટેરિફની ચુકવણીનો ઉલ્લેખ કરીને દરેક વિકાસશીલ દેશ ચીન જેવા નથી પરંતુ અમેરિકા વિકસિત હોવાની સજા ભોગવી રહ્યું છે તેવી ફરિયાદ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.