લદ્દાખ મોરચે ચીનની સેનાની દગાખોરીના પગલે ભારતના 20 સૈનિકો શહીદ થયા બાદ આખા દેશમાં ચીન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
દેશમાં ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવાનો નારો બુલંદ થઈ રહ્યો છે ત્યારે દેશના પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમનુ કહેવુ છે કે, ચાઈનીઝ વસ્તુઓના બોયકોટના અભિયાનથી ચીનને કોઈ ખાસ ફરક નહી પડે.આત્મનિર્ભર બનવાનો મતબલ એ નથી કે આપણે દુનિયા સાથે સબંધ જ તોડી નાંખીએ.
પી.ચિદમ્બરમે પોતાના વિડિયો સંદેશમાં ચીનની ઘૂસણખોરી અને સરકારના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા હતા.પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં આપેલા નિવેદન પર પણ તેમણે નિશાન સાધ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.