– ધ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સની કોરોનાના કારણે ભારતમાં સર્જાયેલી ઈન્ફ્રારેટ થર્મોમીટરની ડિમાન્ડમાંથી લાભ ખાટવા ચીની કંપનીઓ કરચોરી કરવાની વેતરણમાં હોવાનો અહેવાલમાં ધડાકો
ધ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અહેવાલમાં દાવો કર્યો હતો કે ચીન કરચોરી કરીને ભારતમાં તાપમાન પામવાની ગનનો મોટો જથ્થો ઘૂસાડવાની ફિરાકમાં છે. એક્સાઈઝ ડયૂટીથી બચીને સરકારી તિજોરીને મોટો ફટકો મારવાનું ચીનનું ષડયંત્ર છે.
ડીઆરઆઈએ એજન્સીઓને ચેતવણી આપી હતી કે ચીની કંપનીઓ ભારતમાં ઈન્ફ્રારેટ થર્મોમીટરનો મોટો જથ્થો ઘૂસાડવાની વેતરણમાં છે. સરકારી કરમાંથી બચીને ઈન્ફ્રારેટ થર્મોમીટર ગનનો જથ્થો સીધો જ માર્કેટમાં ઘૂસાડવાની ચીની કંપનીઓએ તૈયારી કરી લીધી છે. ભારતમાં કોરોનાના કારણે ઈન્ફ્રારેટ ગનની મોટી ડિમાન્ડ છે. એ ડિમાન્ડનો લાભ લઈને ચીની કંપનીઓ કરવેરામાંથી બચીને સીધો જ નફો મેળવવાના પ્રયાસમાં છે.
અત્યારે તાપમાન માપવાની ગનનો ભાવ ૩૫૦૦થી ૮૦૦૦ સુધીનો છે. જો ચીની કંપનીઓ સીધો જ જથ્થો પહોંચાડવામાં સફળ થાય તો માર્કેટ સર કરી શકે તેમ છે. ઈન્ફ્રારેટ થર્મોમીટરની તસકરી રોકવા માટે દેશભરની ચીનને લગતી સરહદો પર તૈનાત જવાનોને એલર્ટ કરાયા છે. તમામ એજન્સીઓને આ તસકરીની જાણકારી આપવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય કન્ટેનર ડેપો અને કાર્ગો એરપોર્ટેને ખાસ સૂચના આપીને ચીનની ઘૂસણખોરી અંગે જણાવાયું છે. જો ચીની કંપનીઓ ગનનો મોટો જથ્થો ભારતમાં ઘૂસાડી દે તો સરકારી તિજોરીને મોટું નુકસાન થાય તેમ છે. એટલું જ નહીં, સ્થાનિક કંપનીઓના ઉત્પાદનને પણ ગંભીર અસર થઈ શકે. જે સ્વદેશી કંપનીઓ ઈન્ફ્રારેટ થર્મોમીટરનું ઉત્પાદન કરે છે તે બ્લેક માર્કેટમાં ઘૂસેલી મેડ ઈન ચાઈના ગન સામે કિંમતની રીતે ટક્કર આપવામાં પીછેહઠ કરી શકે છે. કારણ કે કરચોરીથી દેશમાં ઘૂસેલી ગન ચીન જથ્થાબંધ માર્કેટમાં સસ્તામાં આપી શકે અને તેના કારણે ભારતની કંપનીઓને આર્થિક નુકસાન વેઠવું પડે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીઆરઆઈએ ખાસ ચેતવણી જારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.