ચીન પાકિસ્તાન કરતા મોટો ખતરો, તેની સૈન્ય તાકાત ભારત કરતા “10 ગણી વધારે”: શરદ પવાર


ચીન સાથે હાલની તંગદીલી વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ચીન પાકિસ્તાન કરતા ભારત માટે મોટો ખતરો છે. પૂર્વ સંરક્ષણ પ્રધાને કહ્યું કે ચીનની સૈન્ય તાકાત ભારત કરતા “10 ગણી વધારે” છે અને તેણે ભારતના પડોશીઓને પોતાની તરફ કરી લીધા છે.પવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કેન્દ્રએ સંવાદ અને રાજદ્વારી ચેનલો દ્વારા ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

પવારે કહ્યું કે, જ્યારે આપણે દુશ્મનનો વિચાર કરીએ ત્યારે પાકિસ્તાનનું પહેલું નામ આપણા મગજમાં આવે છે, પરંતુ આપણે પાકિસ્તાનની ચિંતા કરવાની જરૂર નથી. જો લાંબા ગાળે જોવામાં આવે તો, ચીન પાસે ભારતના હિતો વિરુદ્ધ પગલા ભરવાની તાકાત, વિચાર અને કાર્યક્રમ છે. ચીન ભારત માટે એક મોટો દુશ્મન છે.”

પવારે કહ્યું કે “ચીન ભારત માટે એક વાસ્તવિક ખતરો છે” જે આર્થિક રીતે મજબૂત છે. ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની ભારત મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ મિલાવીને અને તેમને ગળે લગાડ્યા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે “મિત્રતાના ફોટા ખેંચીને તમે બંને દેશો વચ્ચેની સમસ્યાઓ હલ નહીં કરી શકો.”

લદ્દાખની ગલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈન્ય વચ્ચેના સંઘર્ષ અંગે પવારે કહ્યું, “જ્યારે હું કહું છું કે આ બાબતે રાજકારણ ન થવું જોઈએ, તો આવું એટલા માટે છે, કેમ કે  અમે તેમના પર હુમલો કરી શકીએ છીએ, પરંતુ જ્યારે તે હુમલા સામે વળતો હુમલો કરવાં આવશે ત્યારે તો આખા દેશને ભારે કિંમત ચૂકવવી પડશે.

તેમણે કહ્યું, “હુમલો કરવાને બદલે આપણે સંવાદ અને રાજદ્વારી ચેનલો દ્વારા ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવું જોઈએ.” પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “જ્યારે મોદી પહેલી વખત વડા પ્રધાન બન્યા, ત્યારે તેઓ નેપાળના પશુપતિનાથ માટે પ્રાર્થના કરવા ગયા હતાં. મંદિર ગયા મોદીએ નેપાળની પ્રશંસા કરી હતી અને તેને ભારતનો મિત્ર અને પ્રથમ હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું હતું. હવે નેપાળ આપણી સાથે નથી, પરંતુ ચીન તરફ છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.