ચીન તરફથી એક વીડિયો કરવામાં આવ્યો જાહેર,જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકો તરફથી ચીનમાં, અંદર ઘુસવા માટેના થયા હતા પ્રયત્નો

ચીન તરફથી એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકો તરફથી ચીનમાં અંદર ઘુસવા માટેના પ્રયત્નો થયા હતા. જોકે, લદ્દાખમાં ઑપરેશન સ્નો લેપર્ડનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે.

આ ગલવાન ઘાટીમાં થયેલી ઝપાઝપીનો ઓન સાઈટ વીડિયો છે. જે એવું દર્શાવે છે કે, કેવી રીતે ભારતીય સૈનિકો ધીમે ધીમે ચીનના વિસ્તારમાં અંદર આવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ પહેલા ચીને ગત વર્ષે જૂન મહિનામાં થયેલી લોહિયાળ ઝપાઝપી દરમિયાન માર્યા ગયેલા ચાર સૈનિકની જાણકારી પણ શેર કરી હતી. ચીન સાથે થયેલા આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.

 

જ્યારે એક વ્યક્તિનું મોત રેસ્ક્યુ કરતી વખતે નદીમાં પડી જવાથી થઈ હતી. જોકે, ચીન તરફથી ચીનમાં થયેલી ઝપાઝપીમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ઓછી દેખાડવામાં આવી છે. થોડા દિવસો પહેલા નોર્થન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય.કે.જોશીએ જાણકારી આપી હતી કે, ગલાવાન ઘાટીમાં થયેલી હિંસા બાદ 50 ચીની સૈનિકોને વાહનની મદદથી લઈ જવામાં આવ્યા હતા.

સૈન્ય અધિકારી જોશીએ એવો દાવો કર્યો કે, ચીનના 50થી વધારે સૈનિકોને વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા. પણ તે ઈજાગ્રસ્ત છે કે મૃત્યું પામ્યા છે એ કહેવું કઠિન છે. રશિયાની સમાચાર એજન્સીએ 45 જવાનો માર્યા ગયાની વાત કહી છે. જે અમારા અનુમાનની નજીક છે. જોકે, આ માથાકુટમાં ચીનના પણ ઘણા સૈનિકો માર્યા ગયા હતા. પણ ચીન આ અંગે કોઈ સત્તાવાર આંક કે ચોક્કસ સંખ્યા જાહેર કરતો નથી. લદ્દાખ સીમા પરથી ચીન-ભારતના સૈન્યની વાપસીની પુષ્ટી થઈ છે. પેગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ છેડેથી સૈન્ય પરત ફરી રહ્યું છે, ભારત માટે સૌથી સારી વાત એ છે કે, આપણે આપણી શરતો પર ચીનના સૈન્યને પાછું ધકેલ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.