ભારતીય નૌસેના પ્રમુખે આજે અરબ સાગરમાં ચીનના વિમાનને પાછા મોકલવાની પુષ્ટિ કરી. નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ચીનનું જહાજ શી યાન 1એ મંજૂરી વગર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પાછું મોકલ્યું હતું. ઇન્ડિયન નેવીના એન્ટી પાયરેસી મિશનની સફળતા અંગે તેમણે કહ્યું કે આ મિશનમાં 120 સમુદ્રી લૂટેરાઓને પકડ્યા અને પાઇરેસીના 44 કેસ સામે આવ્યા.
ચીનના જહાજને અમે ખદેડી નાંખ્યું
ચીનના જહાજ શી યાન 1ને ભારત દ્વારા પાછું મોકલવાના પ્રશ્નનો પણ નૌસેના પ્રમુખે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે શી યાન 1ને ભારતીય ક્ષેત્રમાં આવતા પાણીથી પાછું મોકલી દીધું છે. અમારું સ્ટેન્ડ એ મુદ્દા પર સ્પષ્ટ છે કે જો કોઇ પણ દેશનું જહાજ અમારા અધિકાર ક્ષેત્રવાળા ઇકોનોમિક ઝોનમાં આવે છે તો તેને અગાઉ મંજૂરી લેવી પડશે.
અરબ સાગરમાં ચીન અને પાકિસ્તાન વધારી રહ્યું છે સક્રિયતા
ભારતીય નૌસેના પ્રમુખે સતત નેવી બજેટ ઘટાડવા પર ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિફેન્સ બજેટમાં નૌસેનાનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. 2012મા આ 18% હતો જે 2018મા ઘટી માત્ર 12% રહ્યો. તેમણે કહ્યું કે હિન્દ મહાસાગરમાં ચીન પોતાની હાજરી સતત વધારી રહ્યું છે. ભારતીય નૌસેના આવા દરેક પગલાં પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.