રક્ષામંત્રી રાજનાથ સિંહનાં અરૂણાચલ પ્રદેશનાં પ્રવાસને લઇને ચીન ખીજાઈ ગયું છે. ચીને રાજનાથ સિંહનાં અરૂણાચલ પ્રદેશ પ્રવાસને લઇને આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે તેણે તથાકથિત ભારતનાં પૂર્વોત્તર રાજ્યને માન્યતા જ નથી આપી. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ તેના દક્ષિણ તિબ્બત પ્રદેશનો ભાગ છે. રાજનાથ સિંહ 14 અને 15 નવેમ્બરનાં અરૂણાચલ પ્રદેશનાં પ્રવાસ પર હતા. અહીં રક્ષા મંત્રી ‘મૈત્રી દિવસ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. ચીનથી જોડાયેલાં સરહદી વિસ્તારોમાં વસેલા લોકોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવા માટે ભારત સરકારનાં પ્રતિનિધિઓ આ વિસ્તારોમાં આવતા રહે છે.
રાજનાથ સિંહનાં પ્રવાસ પર ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું છે કે, “ચીનની સરકારે તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર્યો નથી. અમે એ વિસ્તારમાં ભારતનાં અધિકારીઓ અને નેતાઓની ગતિવિધિઓની નિંદા કરીએ છીએ.” ઉલ્લેખનીય છે કે ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અંતર્ગત અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બતનો ભાગ ગણાવે છે અને અહીં ભારતની ઉપસ્થિતિનો વિરોધ કરે છે. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે, “અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે તે ચીની હિતો અને ચિંતાઓનું ધ્યાન રાખે અને કોઈ પણ એવું પગલું ના ભરે જેનાથી બૉર્ડર પર ચીજો ઘાયલ થાય. ભારત ત્યાં શાંતિ સ્થાપિત કરવા માટે વાસ્તવિક પગલા ઉઠાવે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.