ચીને પોતાના દેશના 50 જેટલા શહેરોમાં નક્કી સમય પહેલા 5જી સેવા શરૂ કરી દેતા 5G ટેક્નોલોજીને લઈ એક વખત ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચીને તેના કોમર્શિયલ ઉપયોગને લીલી ઝંડી પણ આપી દીધી છે. ત્યારબાદ ભારતમાં પણ આ ટેકનિકને લઈ કવાયદ શરૂ કરી દેવામાં આવી છે. આ ટેક્નોલોજી આવવાથી વિજ્ઞાન અને તકનીકકી ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ થશે. હાલમાં જ થોડા મહિના પહેલા સેમસંગે પોતાનો પહેલો 5G સ્માર્ટ ફોન સાઉથ કોરિયામાં લોન્ચ કર્યો હતો, સેમસંગ સિવાય ચિપસેટ નિર્માતા કંપની ક્વોલકમ અને હુવાવે જેવી કંપનીઓ પણ 5Gને લઈ કામ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં જ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકાર પ્રસાદે સોમવારે પદ ગ્રહણ કર્યા બાદ કહ્યું કે, અમારૂ પહેલુ લક્ષ્ય 100 દિવસની અંદર દેશમાં 5Gની ટ્રાયલ શરૂ કરવાનું છે. તેમણે કહ્યું કે, સરકાર આ વર્ષે 5G સ્પેકટ્રમની હરાજી કરવા પ્રતિબદ્ધ છે.
વારંવાર 5Gની વાત સાંભળી મનમાં પ્રશ્ન થાય છે કે, આખરે આનાથી શું ફાયદો થશે. તમેન જણાવી દઈએ કે, 1G ટેક્નોલોજી 1980માં લોન્ચ થઈ હતી. આ ફર્સ્ટ જનરેશન વાયરલેસ તકનીક હતી જે માત્ર વોઈસ કોલને સપોર્ટ કરતી હતી. ત્યારબાદ 1991માં 2G ટેક્નોલોજી આવી. તેમાં વોઈસ કોલની સાથે-સાથે ટેક્સ્ડ મેસેજ પણ મોકલી સકાતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.