ચાઈનીઝ કંપની VIVO માટે મુશ્કેલીનો સમય યથાવત, IPL પછી હવે આ સીઝનમાં પણ સ્પોન્સરશીપ નહિ આપી શકે

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદ ચીની કંપનીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આમાં મોટુ નુકશાન ચીની સ્માર્ટફોન મેકર વીવોને નુકશાન થયુ છે એન્ટી ચાઇના માહાલના કારણે હવે ચીની કંપની વીવોને પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપ પણ ખોવવાનો વારો આવ્યો છે.

એટલે વીવોને પહેલા આઇપીએલ અને હવે પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપમાંથી હટી જવુ પડ્યુ છે. આ ચીની કંપની માટે ફટકો માની શકાય. ગુરુવારે બીસીસીઆઇએ ટાઇટલ સ્પૉન્સર તરીકે વીવોને આઇપીએલથી અલગ થવાની જાણકારી આપી હતી.

પ્રૉ કબડ્ડી લીગની સાથે વીવોનો કૉન્ટ્રાક્ટ 60 કરોડ રૂપિયા વાર્ષિક હતા. ટૂર્નામેન્ટના આયોજકોનુ આગળનુ પગલુ શુ હશે આના વિશે કોઇ જાણકારી સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.