અમેરીકા સ્થિત સાઈબર સિકયુરિટી કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે તેને એવા પુરાવા મળ્યા છે કે સંભવત. એક ચીની સરકાર પ્રેરિત ચીની હેકર્સ જૂથ ભારતનાં મિડીયા જૂથ, પોલીસ વિભાગ અને ભારતનાં નાગરિક ઓળખ સંબંધી ડેટાબેઝને હેક કરીને નિશાન બનાવી રહ્યું છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
અમેરિકા સ્થિત એક કંપની જૂથનું કહેવું છે કે ચીની હેકિંગ જૂથને હંગામી ધોરણે ટીએજી-૨૮ નામ આપવામાં આવ્યું છે. તે જૂથ વિન્નટી માલવેર ઉપયોગ કરે છે. આ માલવેર ચીનની સરકારી ગતિવિધિ કરતાં અનેક જૂથોમાં શેર થયેલું છે.
સાઈબર સિકયુરિટી કંપનીએ સાઈબર હેકિંગને મુદ્દે બંને પ્રાદેશિક મોટા દેશો વચ્ચે તંગદિલી વધવાની સંભાવના જાહેર કરી છે. અહેવાલમાં જણાવ્યું છે કે સાઈબર હુમલા સરહદી તંગદિલી સંબંધમાં વધ્યા હોવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.