ચાઇનીઝ મોબાઈલ ફોન કંપની ભારતમાં લાવી રહી છે ટાટા નેનો જેવી સસ્તી કાર જાણો કઈ છે કંપની અને તેના ફીચર….

સેલ્ફીને કેન્દ્રમાં રાખી સ્માર્ટફોન બનાવનારી જાણીતી ચાઇનીઝ ઈલેક્ટ્રોનિક કંપની ભારતમાં પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ લાવવાની તૈયારી કરી રહી છે. કંપની ભારતમાં એક ઈલેક્ટ્રિક સસ્તી કાર કે સ્કૂટર લાવશે. આ ઉપરાંત તે એક ઈલેક્ટ્રિક કાર પણ લાવવાની તૈયારીમાં છે. કંપનીના સ્કૂટરની કિંમત 60 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. જે ખાસ્સી અગ્રેસિવ કિંમત રહેશે કારણ કે આ સેગમેન્ટમાં મોટાભાગના સ્કૂટર્સની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ રહે છે. કંપની આ બંને મોડલ્સને 2023-24માં લોન્ચ કરી શકે છે. અહીં વાત કરવામાં આવી રહી છે ચાઇનીઝ ઈલેક્ટ્રોનિક કંપની ઓપ્પોની.

બજેટલક્ષી ઈલેક્ટ્રિક સ્કૂટર ઉપરાંત કંપની ઈલેક્ટ્રિક કાર પણ બજેટ આધારિત લાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર ટાટા નેનોની જેમ કોમ્પેક્ટ કાર હોઇ શકે છે. કારણ કે ટાટા નેનોને પોતાની સાઇઝને લીધે ભારતમાં સૌથી સસ્તી કાર તરીકે લોન્ચ કરવામાં આવી હતી તો ઓપ્પોની આ કાર પણ ટાટા નેનોની જેમ બજેટલક્ષી જ કાર હોઇ શકે છે.

ઓપ્પો ઉપરાંત વનપ્લસ અને શાઓમીનું નામ પણ આ કડીમાં આવી રહ્યું છે. તો શાઓમી જેના રેડમી અને Mi બ્રાન્ડના સ્માર્ટફોન ભારતમાં સૌથી વધારે વેચાય છે, આ ચાઇનીઝ કંપનીએ હવે માર્કેટમાં Xiaomi EV નામથી નવી ઈલેક્ટ્રિક કાર કંપની માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

લાંબા સમયથી સાંભળવામાં આવી રહ્યું હતું કે શાઓમી ટૂંક સમયમાં કાર પણ લાવી રહી છે. જે લુક અને ફીચર્સના મામલામાં સારી રહેશે. શાઓમીની એક ખાસ વાત એ પણ છે કે તે ઓછા ભાવે સારા ફીચર્સ પ્રોડક્ટ રજૂ કરી દે છે. એવામાં કંપની આવનારા સમયમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ ધમાલ મચાવવાની કોશિશમાં છે. જેના માટે ભારત એક મોટું બજાર છે. જ્યાં સમયની સાથે ઈલેક્ટ્રિક કારોની ડિમાન્ડ વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.