આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલ સામાન પરની ડ્યૂટી વધારવાનું વિચારી ચૂકી છે એવી જાણકારી મળી હતી.અત્યારે ચીની માલસામાન ઘણો સસ્તો મળે છે. ખાસ કરીને ચીની રમકડાં, ચીની પગરખાં અને ચીની મોબાઇલ ફોન ખૂબ સસ્તાં મળે છે. એને કારણે ઘરઆંગણે કંપનીઓને ભારે નુકસાન સહેવું પડે છે.
કેન્દ્રના વેપાર વાણિજ્ય મંત્ર્યાલયે આ બાબતે વડા પ્રધાન કાર્યાલયને એક કરતાં વધુ વખત વાકેફ કર્યું હતું. હવે મળતી માહિતી મુજબ આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલસામાન પર ડ્યૂટી વધારી દેશે એટલે એ માલ સામાન પહેલાં જેવો સસ્તો નહીં રહે.
વેપાર વાણિજ્ય મંત્ર્યાલયની સાથોસાથ નાણાં મંત્ર્યાલયે પણ વડા પ્રધાન કાર્યાલય સાથે મળીને 300 ચીની આઇટમો પસંદ કરી છે જેના પર ડ્યૂટી વધતાં એ પહેલાં જેવી સસ્તી નહીં રહે. ઘરઆંગણે ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓને અત્યાર સુધી થયેલી ખોટ સરભર કરવાના પ્રયાસ રૂપે આ પગલું લેવાશે.નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવાનાં છે એમાં આ પ્રસ્તાવને સમાવી લેવાનાં છે એમ જાણકાર વર્તુળોએ કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.