ચીની કંપની વીવોની જગ્યા ડ્રીમ 11 બની IPLની ટાઈટલ સ્પોન્સર, 222 કરોડમાં થઇ ડીલ

 IPL માં હવે ડ્રીમ ઇલેવને ટાઇટલ સ્પૉન્સર પોતાના નામે કરી લીધું છે. વીવોને સિઝન 13થી હટાવ્યા બાદ ડ્રીમ 11 ને આ વર્ષે આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. આઇપીએલના ચેરમેન બ્રજેશ પટેલે આ માહિતી આપી છે. આ પહેલા ચીની મોબાઇલ કંપની વીવો આઇપીએલની ટાઇટલ સ્પોન્સર હતી.

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સિઝન માટે વિવોની છુટ્ટી કરી દીધી હતી. ડ્રીમ 11 એ આઈપીએલ 2020 સીઝન માટે 222 કરોડમાં સ્પોન્સર્સ અધિકાર ખરીદ્યા છે. આ બોલી વીવોના વાર્ષિક 440 કરોડ રૂપિયા કરતા 190 કરોડ રૂપિયા ઓછી છે. ટાટા ગ્રુપ પણ ટાઇટલ સ્પોન્સરશીપ રાઇટ્સ રેસમાં સામેલ હતું.

વિવોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દર વર્ષે 440 કરોડ રૂપિયા) માં આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ખરીદ્યા હતા. વિવો આવતા વર્ષે મુખ્ય પ્રાયોજક તરીકે પરત આવી શકે છે. આઇપીએલ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે.

 

 

ડ્રીમ 11એ સૌથી વધારે બોલી લગાવી
બીસીસીઆઈના અહેવાલ અનુસાર અનએકેડમીએ 210 કરોડ, ટાટાએ 180 કરોડ અને બૈજુસે 125 કરોડની બોલી લગાવી હતી. જેમાં 250 કરોડની બોલી લગાવનાર ડ્રીમ 11ને આ વર્ષે ટાઈટલ સ્પોન્સર તરીકે જાહેર કરાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.