અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનમાંથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા કોરોના વાયરસ અંગે ટિપ્પણી કરી છે અને ટ્વિટરના માધ્યમથી ચીન પર નિશાન સાધ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ચીનમા આ અદૃશ્ય વાયરસને હરાવવા આપણે બધા એક છીએ પરંતુ અનેક લોકો એમ કહે છે કે જો તમે દેશભક્ત હોવ તો માસ્ક પહેરો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરી શકો તેમ હોવ.’
વધુમાં ટ્વિટમાં તેમણે પોતાનાથી મોટો દેશભક્ત કોઈ નથી તેમ પણ કહ્યું હતું અને છેલ્લે તમારો મનપસંદ રાષ્ટ્રપતિ એમ લખીને પોતાની વાત પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે એમ કહ્યું હતું કે તેઓ અમેરિકાના નાગરિકોને કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માસ્ક પહેરવાનો આદેશ નહીં આપે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.