સુરતઃ વાયુ પ્રદુષણ નિયંત્રણ કરવા માટે ચીનની પેટર્ન પર સુરતમાં પણ એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવશે. ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર(સીઈઆરસી), આઈઆઈટી દિલ્હી અને એસવીએનઆઈટી એર પ્યૂરીફાયર લગાવવાની તૈયારી કરી રહી છે. આ 500 મીટર જગ્યામાં 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો ટાવર હશે અને 25 હોર્સ પાવરની મશીન લગાવવામાં આવશે. જેમાં 30 હજાર ક્યૂબિક મીટર હવા રોજ શુદ્ધ થઈ શકે છે. જેથી એક લાખ લોકોને શુદ્ધ હવા મળી શકશે.

ચીનમાં ટાવર બનાવનારને સુરત આવવા આમંત્રિત કરાશે
એર પ્યૂરીફાયર ટાવર પોતાના ચારેતરફની પ્રદુષિત હવાને ખેંચી તેને શુદ્ધ કરે છે. સૌથી નાનો ટાવર લગભગ 1.5 કરોડ રૂપિયા ખર્ચે બને છે. એસવીએનઆઈટીના પ્રોફેસર અને ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડો. આરઈ ક્રિસ્ચિયને જણાવ્યું હતું કે, ચીન અને આપણી ભૌગોલીક સ્થિતિમાં અંતર છે. આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે અને તેમની ટીમે ચીનના એર પ્યૂરીફાયર ટાવરનો સર્વે કર્યો છે. તે ટાવરને બનાવનાર યુનિવર્સિટી ઓફ મિનેસાટાના પ્રોફેસર ડો. ડેવિડ પુઈના સંપર્કમાં છે. આવરનાર દિવસોમાં ડો. પુઈને સુરત આવવા આમંત્રિત કરવામાં આવશે.
સુરતના પ્યૂરીફાયર ટાવરને હવામાન વિભાગ સાથે પણ જોડવામાં આવશે. જેથી હવા અને વાતાવરણમાં પલટાનો સાચો ડેટા મળી શકે. દિવસમાં ટાવરને ચલાવવા માટે સોલાર પેનલ લગાવવાની પણ યોજના છે. જોકે, ટાવર બનાવવા માટે જગ્યા નક્કી કરવામાં આવી નથી અને જગ્યા માટે સર્વે કરવામાં આવશે. મોબાઈલ વાનમાં પણ નાનો એર પ્યૂરીફાયર ટાવર લગાવવાની યોજના છે. જે અલગ અલગ જગ્યાઓ પર ફરીને હવા શુદ્ધ કરવાનું કામ કરશે. એર પ્યૂરીફાયર ટાવર પ્રદુષિત હવાને પોતાના તરફ ખેંચશે. ત્યારબાદ હવાને ગરમ કરવામાં આવશે. ગરમ હવાને અલગ અલગ લેવલ પર ફિલ્ટર કરી શુદ્ધ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.