ચીનની ટેક કંપનીઓના ‘996’ વર્ક કલ્ચર(સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી, સપ્તાહના 6 દિવસ કામ) ની અસર હવે ભારતીય કંપનીઓ પર સતત વધી રહી છે. વર્ક પ્રેશર અને વધુ કામના કારણે 3માંથી 1 વર્કિંગ પ્રોફેશનલ પોતાના પરિવાર અને બાળકોને ક્વાલિટી ટાઇમ નથી આપી શકતા.
મીડિયા રિપોર્ટ મુજબ વર્ક પ્રેશરના કારણે ક્વાલિટી લાઇફ પર પડતા અસરની વાત ગોદરેજના એક તાજેતરમાં સરવે ‘મેક સ્પેસ ફોર લાઇફ’ માં સામે આવી છે. આ સરવે મુજબ મોટાભાગે ભારતીય એવું માને છે કે કામકાજ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવામાં તેમને મુશ્કેલી થઈ રહી છે. આપને જણાવી દઈએ કે ચીનની મોટી ટેક્નોલોજી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં લગભગ એક દાયકાથી સપ્તાહના 6 દિવસ અને રોજે સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ કરવાનો ટ્રેન્ડ છે.
રિપોર્ટ પ્રમાણે યુવા તકનીકી ઉદ્યોગસાહસિકો માટે આદર્શ ગણાતા વૈશ્વિક ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક મા વધુ કાર્યકારી કલાકોને ‘મોટું વરદાન’ માને છે. ગોદરેજની સ્ટડીમાં સામેલ 64 ટકા લોકોનું માનવું છે કે તેઓ પરિવારને પર્યાપ્ત સમય આપી શકતા નથી. જ્યારે 28 ટકા લોકોએ પોતાથી ફરિયાદ કરી છે કે તેઓ જીવનસાથી સાથે ક્વાલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.