ચિંતાજનક સ્થિતિઃ દેશમાં કોરોનાના દર્દીઓ પાંચ લાખ નજીક, 24 કલાકમાં 16 હજાર નવા કેસ

દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને કુલ આંકડો પાંચ લાખની નજીક પહોંચવા આવ્યો છે. માત્ર 24 કલાકમાં જ રેકોર્ડ બ્રેક 16174 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટેસ્ટનંુ પ્રમાણ પણ વધારવામાં આવી રહ્યું છે.

આઇસીએમઆર અિધકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 73.5 લાખ ટેસ્ટ સેંપલ લેવામાં આવ્યા છે જેમાંથી મંગળવારે 2.15 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં 24 કલાકમા થતા ટેસ્ટમાં આ સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.

એક અિધકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સિૃથતિ મુજબ દેશમાં હાલ પ્રતિ દિન ત્રણ લાખ સેંપલ ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને હાલ આશરે એક હજાર ટેસ્ટિંગ લેબોરેટરી સક્રિય છે જેમાં 730 સરકારી અને 270 પ્રાઇવેટ સેક્ટરની છે જેમાં 557 આરટી-પીસીઆર લેબ્સ, 363 ટ્રૂનેટ લેબ, 80 સીબીએનએએટી લેબનો સમાવેશ થાય છે. જોકે આટલી ઝડપથી ટેસ્ટિંગ થઇ રહ્યા હોવા છતા ભારતમાં ટેસ્ટિંગની સ્પીડ વધારવાની જરૂર હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે.

બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. માત્ર 24 કલાકમાં જ દેશમાં 16174 નવા કેસો સામે આવ્યા છે જેને પગલે હવે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 462916ને પાર પહોંચી ગઇ છે જે લગભગ પાંચ લાખની નજીક છે.

બીજી તરફ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 14889 લોકોએ જીવ ગૂમાવ્યો છે અને માત્ર 24 કલાકમા

વધુ 418 લોકો મોતને ભેટયા છે. કેસો ઝડપથી વધી રહ્યા છે તેવી જ રીતે સારવાર પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમ સરકારનો દાવો છે, અને કુલ 2,70,395 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. સૈન્યના જવાનોમાં પણ કોરોના ફેલાઇ રહ્યો છે.

છત્તીસગઢમાં બીએસએફના વધુ 15 જવાનોને કોરોના થયો હોવાથી અન્ય જવાનોને પણ તેનો ચેપ લાગ્યાની ભીતિ છે. આ કેસો રાજ્યના કાનકેર જિલ્લામાં સામે આવ્યા છે. આ સાથે જ છત્તીસગઢમાં બીએસએફના જવાનોને કોરોના થયો હોવાના કુલ કેસની સંખ્યા હવે 26 સુધી રહોંચી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.