ચકચારી ભાજપી નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર ની UPથી ધરપકડ

ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા કચ્છ ભાજપનાં (kutch BJP) નેતા જયંતી ભાનુશાળીની (Jayanti Bhanushali) હત્યા કેસમાં વધુ બે આરોપીઓ મનીષા ગોસ્વામી (Manisha Goswami) અને સુરજીત ભાઉની (Sujit Bhau) UPનાં અલાહાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં છે. નોંધનીય છે કે, જયંતી ભાનુશાળીની જાન્યુઆરી મહિનામાં કચ્છ સામખિયાળી પાસે ટ્રેનમાં હત્યા કરાઇ હતી. પોલીસનાં કહેવા પ્રમાણે ભાનુશાળીની હત્યાનું કાવતરું તેના રાજકીય હરિફ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી નામની યુવતીએ ઘડ્યું હતું.

હત્યા પહેલા જ છબીલ અને મનિષા ભાગી ગયા હતા

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે હત્યાના થોડા દિવસો પહેલા છબીલ પટેલ અમેરિકા જતો રહ્યો હતો અને મનીષા પણ પોતાના ઘરમાંથી પહેલા જ જતી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.