ચકચારી સૂર્યા મરાઠીના મર્ડર કેસમાં સનસની ખુલાસો, ચારની ધરપકડ, એક ગાયબ

સુરતમાં સૂર્યા મરાઠીની હાર્દિક નામના ઇસમે તેના સાથીદારો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. હત્યા દરમિયાન હાર્દિક પટેલને ચપ્પુનો ઘા વાગતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક સમયે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ એક જ ગેંગમાં રહીને ગુનાખોરીના કામ કરતા હતા. હાર્દિક સૂર્યાનો જમણો હાથ કહેવાતો હતો. સુરતના ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. જે દિવસે હાર્દિક અને તેના સાગરિતો દ્વારા સૂર્યાની હત્યા કરવામાં આવી હતી, તે દિવસે સૂર્યાના નજીકના ગણાતા લોકોની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. જેને કારણે 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે અને તેમાં હવે નવો વળાંક આવ્યો છે. સૂર્યાની હત્યાની ફરિયાદ કરનાર અમોલ ઝીણે પણ સૂર્યાની હત્યામાં આરોપી નીકળ્યો છે

પોલીસે આ કેસમાં નવો ખુલાસો કરતા સૂર્યાના ખાસ ગણાતા ચાર સાગરિતોની ધરપકડ કરી હતી અને એક સાગરિત ફરાર છે. પોલીસે સફીઉલ્લા ઉર્ફ મોહમ્મદ સફી શેખ, અમોલ ઝીણે, રોહિત ઉર્ફ મુન્ના સુરેન્દ્ર શુક્લા અને વિકાસ મંગરેની ધરપકડ કરી હતી. આમાંથી અમોલ ઝીણેએ સૂર્યાની હત્યાની ફરિયાદ જાતે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી.

હાર્દિકના મોત પછી તેની પત્ની નયનાએ મીડિયા સાથે વાતચીત કરતા સૂર્યાએ નવરાત્રીને તેની છેડતી કરી હોવાનું વાત કરી હતી. નયનાએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સૂર્યા મરાઠી મારી છેડતી કરી ગયો હતો. આ બાબતે હાર્દિક અને સૂર્યા વચ્ચે મગજમારી થઇ હતી. ત્યારબાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે દુશ્મનાવટ થઇ ગઈ હતી. તે સમયે સૂર્યાએ તેના પંટરો અમારી ઘરે મોકલ્યા હતા અને તેને ઘરમાં તોડફોડ કરવાની કોશિશ કોશિષ કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે, હાર્દિકને સરખો રહેવાનું કહી દેજે. સૂર્યાએ છેડતી કર્યા પછી અમે લોકોએ ત્યાથી ઘર ખાલી કરી નાંખ્યું હતું અને પછી અમે લોકો કતારગામમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. છેડતી થઇ ત્યારે અમે લોકો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા પણ હાર્દિકે ફરિયાદ કરવાની ના પાડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.