ભારતીય હવામાન વિભાગે દેશમા આજે વાવાઝોડુ આવવાની આગાહી કરી છે તેમજ બંગાળની ખાડીમા ઉપર અને દક્ષિણ અંદમાન સાગરની પાસેના વિસ્તારમા દબાણ જોવા મળી રહ્યુ છે જેનાથી ઓડિસા અને તેની આસપાસના વિસ્તારોમા 16 મે એ સાંજે વાવાઝોડુ એમ્ફાન આવવાની શક્યતા છે.
મોસમ વિભાગે વધુમા જણાવ્યુ કે, જો આ ચક્રવાતી વાવાઝોડુ તોફાનનુ સ્વરૂપ લેશે તે, 17 મેના રોજ ઉત્તર-પૂર્વની તરફ આગળ વધશે અને પછી ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધશે. તે સમયે હવાની ઝડપ 55-65 કિલોમીટર પ્રતિ કલાકની હશે જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
મોસમ વિભાગે ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યા છે. સાથે જ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમા પણ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
દરિયાકાંઠાના રાજ્યોમા વાવાઝોડાના કારણે વરસાદની પણ સંભાવના છે. મોસમ વિભાગે માછીમારોને દરિયો ખેડવાની મનાઇ ફરમાવી છે. સાથે જ અંદમાન-નિકોબાર, આઇલેન્ડ સહિત કેટલાક સ્થળોએ ભારે વરસાદની પડવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.