માંડ ૧૪ હજારની વસ્તી ધરાવતા,ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં,હાલ ઘરે ઘરે બિમારીના ખાટલા હોવાનુ,મળ્યું છે જાણવા

માંડ ૧૪ હજારની વસ્તી ધરાવતા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં હાલ ઘરે ઘરે બિમારીના ખાટલા હોવાનુ જાણવા મળ્યું છે. ચોગઠ ગામમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ઘણા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેથી ગામમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથે જ મોતનો આંકડો ડરાવનારો છે.

તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવી નથી રહ્યાં. આથી લોકો સ્વૈચ્છિક લોકડાઉન ( lock down) તરફ વળ્યા છે. લોકો જાતે જ નિયમોનું પાલન કરી રહ્યાં છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ અંતર્ગત પણ અહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ નથી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.