આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત છે.
તેમણે લખ્યુ કે ગત 72 કલાકમાં આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવા પર 7 દિવસનું જ હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિની પાસે હોમ ક્વોરેન્ટાઈનની સુવિધા નથી તો તે સરકાર દ્વારા ચિન્હિત સરકારી અથવા પેડ ફેસિલિટીમાં 7 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે આંઘ્ર પ્રદેશ અને તેલંગાણાથી બસ, ટ્રેન, વિમાન અથવા કાર કે ટ્રક કોઈ પણ માધ્યમથી દિલ્હી આવે છે તો તેમને નિયમોનું પાલન કરવાનું રહેશે
જે વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તેને 7 દિવસ માટે સરકાર ઈન્સ્ટિટ્યૂશન ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે
માર્ગથી આવનારાની જવાબદારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને દિલ્હી પોલીસના ડીસીપીની રહેશે. જો કે બન્ને રાજ્યોમાંથી જો કોઈ સરકાર અથવા સંવૈધાનિક સંસ્થાના લોકો કોઈ ઔપચારિક કામથી દિલ્હી આવે છે તો તેમને છુટ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.