સુરતની ડાયમંડ હૉસ્પિટલ ખાતે, સારવાર હેઠળ 14 દિવસની બાળકીનું, કોરોનાથી થયું છે નિધન

સુરતની ડાયમંડ હૉસ્પિટલ (Surat diamond hospital) ખાતે સારવાર હેઠળ 14 દિવસની બાળકીનું કોરોના થી નિધન થયું છે. બાળકીની માતા કોરોના પોઝિટિવ હોવાથી તેનો ચેપ બાળકીને લાગ્યો હતો. ખાનગી હૉસ્પિટલ ખાતે 14 દિવસની બાળકીના નિધનથી ફક્ત પરિવાર જ નહીં પરંતુ હૉસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ ગમગીન થઈ ગયો હતો.

બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી. સુરતના પૂર્વ મેયર ડૉક્ટર જગદીશ પટેલે બાળકીને મદદ કરવા માટે પ્લાઝમાનું દાન કર્યું હતું.

તેને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. જોકે, અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. એક અહેવાલ પ્રમાણે સુરતમાં 10 વર્ષથી ઓછી ઉંમરના હોય તેવા 286 બાળકોને કોરોનાનું સંક્રમણ લાગી ગયું છે. શહેરની ખાનગી હૉસ્પિટલોમાં આવા બાળકોને દાખલ કરાયા છે.

બાળકીની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં બાળકીને કોરોના સંક્રમણ લાગ્યું હોવાનો ખુલાસો થયો હતો. બાળકીની માતાને શરદી અને ખાંસી હતા. આથી માતાએ કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આથી તેણે પોતાની શરદી-ખાંસીને વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, માતાએ ડૉક્ટરને પોતાને શરદી ખાંસી હોવા અંગે કોઈ માહિતી આપી ન હતી.

માતાપિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને ડાયમંડ હૉસ્પિટલે બાળકીને સારવાર તેની જ હૉસ્પિટલમાં કરવામાં નિર્ણય કર્યો હતો. આ સમયે બાળકીની મદદે ભૂતપૂર્વ મેયર ડો. જગદીશ પટેલ આવ્યા હતા.

બે દિવસ પહેલા સૌથી ઓછી ઉંમરમાં કોરોનાથી નિધન થયાનો રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો હતા. જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને કોરોના ભરખી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.