આજે બેંકની રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) બંધ રહેશે. આજે બપોરે 2 વાગ્યા સુધી RTGS સિસ્ટમ કામ કરશે નહીં. RTGSની ટેકનિકલ સુધારા અને સારા ટ્રાન્ઝેક્શનને માટે આ કરવામાં આવી રહ્યું છે. આરબીઆઈએ પહેલા જ લોકોને જાણકારી આપી હતી કે શનિવારે મધ્યરાતથી 14 કલાક માટે RTGSની સેવા મળશે નહીં. આરબીઆઈએ કહ્યું છે કે 2 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડને માટે ગ્રાહકો નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ કરી શકે છે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર RTGS સેવા 18 એપ્રિલથી રાતે 12 વાગ્યાથી રવિવારે બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.
RTGS ફક્ત હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનને માટે યૂઝ કરાય છે. તેમાં 2 લાખથી ઓછા ટ્રાન્ઝેક્શન કરી શકાતા નથી. વધારેમાં વધારે ટ્રાન્ઝેક્શનની લિમિટ નથી અને આ ઓનલાઈન અને ઓફલાઈન બંને હોય છે
ગયા અઠવાડિયે કેન્દ્રીય બેંકે તબક્કાવાર રીતે બિન બેંકિગ પ્રણાલી ફર્મને RTGS અને નીફ્ટની સુવિધાઓનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.