24 કલાકમાં આવ્યા 1.52 લાખથી વધુ કેસ,838 મોત સાથે મચાવી રહ્યો છે હાહાકાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ આવતાં ફરી એક વાર હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસઆવ્યા છે.  તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે.

મોતના આંક પર નજર કરીએ તો ઓક્ટોબર બાદ એક દિવસના સૌથી વધુ મોત છે. આ રીતે દેશમાં મોતની સંખ્યા 169270 થઈ ચૂકી છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા સતત 32 મા દિવસે વધી રહી છે

છેલ્લા 24 કલાકમાં જે 794 લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે 301 મોત થયા હતા. છત્તીસગઢમાં 91, પંજાબમાં 56, કર્ણાટકમા 46, રાજસ્થાનમાં 32, મધ્યપ્રદેશમાં અને તમિલનાડુમાં 23-23, કેરળમાં 22, ઝારખંડમાં 17, આંધ્રમાં અને હરિયાણામાં 11-11 લોકો સામેલ છે.

આ રાજ્યોમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, દાદર અને નાગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પોંડિચેરી, સિક્કિમ અને ત્રિપુરા સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.