24 કલાકમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2 લાખ 16 હજારથી વધાર,સાજા થનારાનો દર હજુ વધારે ઘટીને 89.51 ટકા થઈ ગયો

ભારતમાં કોવિડ 19ના એક દિવસમાં રેકોર્ડ નોંધાતા 2 લાખથી વધારે કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ ગઈ છે. મહામારીની શરુઆતમાં અત્યાર સુધીના સૌથી વધારે આંકડા આવ્યા છે. જ્યારે એક દિવસમાં 2 લાખ 16 હજારથી વધારે કેસ મળ્યા છે. એક દિવસમાં 2 લાખથી વધારે આવનારા કેસની આ સફર માત્ર 10 દિવસમાં પુરી થઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં ગુરુવારે રાત સુધીમાં કોરોના વાયરસના એક દિવસમાં 216, 850 નવા કેસ સામે આવ્યા છે અને આ જ દરમિયાન 1183 લોકોના મોત થયા છે. આ મહામારીની શરુઆતની પહેલી લહેરને બીજી લહેર પાછળ છોડી દીધી છે.

સારવાર લેનારાની સંખ્યા વધીને 1563588 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 12543978 કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે સતત 36માં દિવસે કોરોનાના મામલામાં દેશમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકારે કોરોના પર કાબૂ મેળવવા માટે અનેક પ્રતિબંધો લગાવ્યા હતા.

ભારતમાં કોરોનાના મામલા 7 ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગયા હતા. આ બાદ 23 ઓગસ્ટે 30 લાખ,  5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગયા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.