ચર્ચાનો વિષય બનેલી શિક્ષણશૈલીના લીરેલીરા ઉડાડનાર બાળકી નીકળી ગુજરાતી

સોશિયલ મીડિયામાં આજકાલ અનેક વીડિયો ચર્ચાનો વિષય બને છે, ત્યારે ગાંધીનગરની બાળકીનો એક વીડિયો વાયરલ થયો હતો. જોતજોતામાં આ વીડિયોને લોકોએ ખુબ પસંદ પડ્યો હતો, જેની નોંધ મીડિયાએ પણ લીધી હતી. ગાંધીનગરની બાળકી શિક્ષણ વ્યવસ્થાની પીડાને આગવી શૈલીમાં રજૂ કરી હતી. ત્યારબાદ આ બાળકી કોણ છે, ક્યાંની છે. શા માટે તેના દિલમાં આટલા બધા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. જેવા અનેક સવાલોને જાણવાની કોશિશ કરી હતી.

મીડિયાએ શોધખોળ કરતા બાળકીની ઓળખ થઇ હતી. આ બાળકી ગાંધીનગરની છે અને તેનું નામ રુહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આજે જ્યારે સંદેશ ન્યૂઝ ગાંધીનગરની રૂહી પાસે પહોંચ્યું તો રૂહીએ શિક્ષણને લઈ દિનચર્યાને માસૂમિયતથી વર્ણવી હતી. ‘સંદેશ ન્યૂઝ’ સાથે માસૂમ રૂહીએ દિલ ખોલીને વાત કરી હતી. સ્વભાવે બોલકણી રૂહી જાહેર મુદ્દે ઘણું શાણપણ ધરાવે છે.

હવે અમે તમને આજે ગાંધીનગરની રૂહી વિશે જણાવીએ તો, રૂહી ગાંધીનગરના સેક્ટર-21માં રહે છે અને ગાંધીનગરની માઉન્ટ કાર્મેલમાં ધોરણ-1માં અભ્યાસ કરે છે. માત્ર 5 વર્ષની આ બાળકી ખાનગી નોકરી કરતાં આદિશ્વર શાહનો દીકરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.