ક્રિસમસ પર 1800 પરિવારો પર રોજી રોટીનું સંકટ, ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષની આડપેદાશ

– જનરલ મોટર્સનો ભારતનો પ્લાન્ટ બંધ થાય છે

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવની પ્રતિકૂળ અસર કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર પડી હતી. જગવિખ્યાત જનરલ મોટર્સનો ભારત ખાતેનો છેલ્લો પ્લાન્ટ બંધ થઇ રહ્યો હતો.

એને કારણે ક્રિસમસના પવિત્ર પર્વ પર 1800 પરિવારો પર રોજીરોટીનું સંકટ તોળાશે એેવી જાણકારી મળી હતી.

વાસ્તવમાં જનરલ મોટર્સે ભારત ખાતેનો પોતાનો પ્લાન્ટ ચીનની એક મોટી ઓટો કંપની ગ્રેટ વૉલ કંપની સાથે કરાર કર્યો હતો. લદ્દાખ સરહદે ચીને કરેલા અટકચાળાના પગલે ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તનાવને કારણે ભારત સરકારે આ કરારના પાલનને અટકાવી દીધું હતું.

આમ થવાથી જનરલ મોટર્સે ભારે નુકસાન થઇ રહ્યું હતું. 1966થી મહારાષ્ટ્રના તળેગાંવમાં ચાલી રહેલો જનરલ મોટર્સનો પ્લાન્ટ આખરે બંધ થઇ રહ્યો હતો પરિણામે જનરલ મોટર્સના પ્લાન્ટમાં કામ કરતા 1800 કર્મચારી બેકાર થઇ જશે અને આ કોરોના કાળમાં તેમના પરિવારોને ભૂખે મરવાનો વારો આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.